
શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011
રવિવાર, 16 ઑક્ટોબર, 2011
MAA
આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે,
લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં.
આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી,
મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં.
કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.
આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં
જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો જ નિંદાય છે,
કહેવાતા સજ્જનોનો ય હાથ હોય તો કહેવાય નહીં.
મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.
મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.
જીવન-પરીક્ષાના કોયડા, સાચા ઉકેલી શક્યો નથી,
કૃપા-ગુણથી ‘હંસ’ પાસ થઈ જાય તો કહેવાય નહીં.
લોહીમાં રહેલી સાકર વિષે બહુ સચેત રહેવા કરતા..
માનવીએ પોતાની જીભમાં રહેલ તીખાશ
અને
હૃદયમાં રહેલ ખારાશ
વિષે વધુ ફિકર કરવી જોઈએ.
બોલતાશીખી તો મારો પેહલો શબ્દ હતો"મા",
સાઈકલ પરથી પડી રડીને બોલી"ઓય મા"
સ્કૂલે જતા જતા રોજ કેહતીબાઇ બાઇ મા '
મિત્રો ને હમેશાં ખુશીથી કેહતી "આ તો મારી મા"
ભાઈ બેહનો ને જગડી ને કેહતી"મારી એકલી ની મા"
કોલેજ થી ફરવા જવું હોય તો કેહતી " પ્લીઝ,મા "
પપ્પા ગુસ્સો કરે તો તુરંત કેહતી "જો ને,મા "
સંસારિક મુંજવણ થી ઘેરાયી તો મનમાં કહ્યું "હવે શું થશે મા?"
પણ તે હમેશાં હિંમત આપીને એમજ કહ્યું " ખમ્માં ખમ્માં"
આજે દિલ ખોલીને કેહવા માંગું છું મા "
ઝીંદગી ની આખરી ખ્વાઈશ રેહશે કે દર જન્મ માં બને " તૂજ મારી મા "
BALAK
ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ગયું દોડતું મા પાસે…
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું:
... મા… મા…
આ ફળ વાવું તો શું ઊગશે ?
અશ્રુભીની આંખે
બાળકના માથે ફેરવતા હાથે
ચીંધી આંગળી
પતિની કબર તરફ.. !
PANKHI
ન માછલી સ્વિમિંગ પૂલ જાતી,
ખુશબોએ વાયરાનું ટયૂશન કયાં રાખ્યું છે
તો પણ એ કેવી ફેલાતી.
ભમરો વિશારદ નથી તોય ગાય
કહે ફૂલોને કાનમાં પતંગિયાં,
બેટરીનું ખાનું વિજ્ઞાન નથી જાણતા
તો પણ શું ચમકે છે આગિયા.
ઝરણાઓ પૂછીને ભૂસકાં ન મારતાં
કેટલીક મળવાની ખ્યાતિ.
ઝાડવાંઓ યોગાસન શીખ્યાં નથી જ
છતાં ઊભાં અઠંગ એક ચરણે,
કીડી મંકોડાને ચિંતા કયાં હોય છે
કોણ મારી દીકરીને પરણે.
ઈર્ષા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે
એ લોકો એમની હયાતી.
પર્વત પણ બી. એ., બી. એડ. નથી તોય
એની વાદળ સુધીની છે પહોંચ,
માણસ શું શીખ્યાં કે માણસાઈ લંગડાતી
મનમાં પહેરી જાણે મોચ.
આપણને નહીં એ લોકોને જોઈને
ઈશ્વરની છાતી ફુલાતી.

